Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી : તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની હાજરીમાં કોંગ્રેસ ના સંકળાયેલ સુરત અને તાપી જિલ્લાના ખેડૂત તેમજ સહકારી આગેવાનો ની મિટિંગ મળેલ હતી

આજ રોજ તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની હાજરીમાં કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલ સુરત અને તાપી જિલ્લાના ખેડૂત તેમજ સહકારી આગેવાનો ની મિટિંગ મળેલ હતી .


આ મિટિંગ માં સુરત અને તાપી જિલ્લામાં આવેલ સહકારી મંડળીઓમાં વર્તમાન વહીવટ કર્તાઓ દ્વારા જે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે,તેની સામે લોક આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું ,તેમજ આવનાર સમયમાં સુરત અને તાપી જીલ્લાની સુમુલ, દૂધ મંડળીઓ,સુગર મિલો,સેવા સહકારી મંડળીઓ સહિતની તમામ સહકારી મંડળીઓમાં ખેડૂતોની વિચારધારા ધરાવતા આગેવાનો તેમજ ખેડૂતોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થી આવતા ઉમેદવાર સામે ચુંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું.
આ ઉપરાંતર આવનાર તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સુરત અને તાપી જીલ્લાની સહકારી મંડળીઓમાં થયેલ ગેરીરતીઓ અને ભ્રષ્ટાચાર બાબતે તાપી જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)ને મળી ફરિયાદ કરવામાં આવશે અને તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સુરત અને તાપી જીલ્લાની સહકારી મંડળીઓમાં થયેલ ગેરીરતીઓ અને ભ્રષ્ટાચાર બાબતે જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) સુરત ને મળી ફરિયાદ કરવામાં આવશે . ત્યાર બાદ સુરત અને તાપી જીલ્લાની સહકારી મંડળીઓમાં જે ગેરરીતો કરવામાં આવેલ છે તે બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો ને સાથે રાખી ગુજરાત રાજ્યના રજિસ્ટ્રાર શ્રી સહકારીઓને અને ગુજરાત રાજ્યના ખાંડ નિયામક ને પણ રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે.
તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મિટિંગમાં ખેડૂત અને સહકારી આગેવાન જયેશભાઈ પટેલ(પાલ),સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,માજી ધારાસભ્ય પુનાજી ગામીત,આનંદભાઈ ચૌધરી અને સુનિલભાઈ ગામીત ,સહકારી આગેવાન સિદ્ધાર્થભાઈ ચૌધરી,સુરત અને તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને ભીલાભાઈ ગામિત,,સુનિલભાઈ પટેલ(બારડોલી),ડો. ધનશ્યામ મહિડા,અંદાજભાઈ શેખ,અરવિંદભાઇ ચૌધરી,સમીરભાઈ વસાવા(ઉચ્છલ),હેમંતભાઈ પટેલ (પલસાણા),તરુણભાઈ વાઘેલા,વિપુલભાઈ પટેલ ,પ્રકાશભાઇ પટેલ (મહુવા),તુલસી પડવી (નિઝર),મીરામજીભાઈ ગામિત,નિલેશભાઈ પટેલ (વાલોડ),ભરતભાઇ વર્મા,સુરેશભાઇ વસાવા,અનિલભાઈ ચૌધરી,અરવિંદભાઇ ચૌધરી(વ્યારા) તેમજ સુરત અને તાપી જીલ્લાના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને અનેક સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement