Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત રેલ્વે સ્ટેશન 115 થી વધુ ટ્રેન સ્ટોપ ફરી શરૂ થતા ટ્રાફિક વ્યવસ્થા વધુ વ્યવસ્થિત કરવા માટે આયોજન : અનુપમસિંહ ગેહલોત

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરત રેલ્વે સ્ટેશન 115 થી વધુ ટ્રેન સ્ટોપ ફરી શરૂ થતા ટ્રાફિક વ્યવસ્થા વધુ વ્યવસ્થિત કરવા માટે આયોજન : અનુપમસિંહ ગેહલોત

82 દિવસથી બંધ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ રેલવે પ્રશાસનને શરૂ કરતાં રેલ્વે યાત્રી નો ઘસારો સ્ટેશન વિસ્તારમાં તરફ આવતા ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બને તે પહેલા જ આગોતરા આયોજન હાથ ધરાયું તે માટે ટ્રાફિક પોલીસનો વિશેષ બદલવો ગોઠવાયો

 

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ અને બે MATH કામ માટે છેલ્લા 82 દિવસ થી બંધ રાખવામાં આવ્યું હતું અને એપ્રિલથી ફરીથી 115 ટ્રેનોને સુરત રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી હતી જેને લઈને સુરત રેલવે સ્ટેશન ની બહાર ટ્રાફિક વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું છે

સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર MATH કર્યો હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે છેલ્લા 82 દિવસથી સુરત રેલવે સ્ટેશન પરની ઉપરથી અને જતી 115 થી વધુ ટ્રેનોને ઉધના રેલ્વે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી હતી જ્યારે સુરત રેલ્વે સ્ટેશનથી ઉપરથી મોટાભાગની બધી ટ્રેનોને ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી હતી. છેલ્લા 82 દિવસથી પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ હતું તેને પાછું રેલવે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જેને પહેલી એપ્રિલથી રાતે 12:00 વાગ્યાથી જ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ બે અને ત્રણ શરૂ કરવામાં આવતા જેના કારણે સુરત વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની જતી હોય છે આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છેલ્લા એક અઠવાડિયાથી પોતાના ટ્રાફિકના અધિકારી સાથે સુરત રેલવે સ્ટેશન પર અપડાઉન માટે આવતા હજારો મુસાફરો ને લઈને પરામર્શ થઈ હતી અને સુરત રેલ્વે સ્ટેશન એ પ્રવેશ દ્વાર સુરતનું છે આજુબાજુ બસ ડેપો પણ છે જેને લઇને ટ્રાફિક સમસ્યા અત્યંત ગંભીર બનતી હોય છે આ સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિક ના એસીપી વિનોદ ગામીત અને તેની ટીમને ટ્રાફિક સમસ્યા અડવી કરવા માટેના પ્રયાસો હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે એસીપી ગામીતે ટ્રાફિકના વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરત રેલ્વે સ્ટેશન પર છોડવા લેવા આવતા વાહન અને ઓટોરિક્ષા માટે વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં ઊભા રહીને પેસેન્જરને મૂકવામાં અને લેવામાં એવું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ લંબે હનુમાન રોડ તરફ જવાનું ગરનાળુ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેથી કરીને વરાછા ના મુદ્દા ગેટ એટલે ખાંડ બજાર તરફના ગરનાળુ ટ્રાફિક જામની સમસ્યા વધુ બનતી હોય છે તે માટે પણ લાલ દરવાજા તરફનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યું છે અને સુરત રેલવે સ્ટેશન પર બીજા ફેસ કાર્યો શરૂ કરતા હોવાના કારણે કેટલાક વિસ્તારમાં બેરીકેટેડ લગાવવામાં આવશે જેને લઇને ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બને એ પહેલાંનું આયોજન પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે જેને લઇને અલગ અલગ જગ્યા પર પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ઓફ ક્લોક મુકવામાં આવ્યો છે જેથી કરીને રેલવેમાં અપડાઉન કરતા યાત્રીઓ ને કોઈ મુશ્કેલી નહીં પડે અને ટ્રેન નહીં ચૂકાય તે માટેની પણ વિશેષ આયોજન ગોઠવવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશન પરથી માત્ર 115 જેટલી લાંબા અંતર ટ્રેનોને સ્ટોપ આપવામાં આવ્યું છે જેના કારણે મુસાફરો ને મુકવા આવતા અને લેવા આવતા વાહન ચાલકોને અમુક જગ્યા પરથી જ એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવ્યું છે જેથી કરીને ટ્રાફિક વ્યવસ્થા અન્ય વિસ્તારમાં વધુ ન થાય અને જેના કારણે ટ્રાફિકજામ ન થાય તેની વિશેષ તકેદારી હાલમાં રાખવામાં આવી છે આ વ્યવસ્થા વાહન ચાલકોને કેટલી અંશે સફળ થાય છે એ તો આવનાર દિવસ ખબર પડશે….? ડીસીપી ટ્રાફિક માત્ર કાગળિયા પર જ ટ્રાફિક વ્યવસ્થા બતાવવામાં મહાવીર છે પરંતુ વાસ્તવિકતા શેરીજનોને પલટી તકલીફ તેમને કોઈ ફરક પડતો નથી…..? પોલીસ કમિશનર ટ્રાફિક વ્યવસ્થા શેરીજનો માટે વધુ વ્યવસ્થિત રીતે કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ તેમના અમુક અધિકારી આ પ્રયાસો પર પાણી ફેરવતા હોવાનું પણ કેટલી જગ્યા પર ફલિત થતું હોય એ દેખાઈ રહી છે…..?

 

 

 

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement