
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું સપનું એક ભારત – શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ આવનારી 22 થી 30 માર્ચ 2025 માં યોજાનાર છે.


ત્યારે તેની અનુલક્ષીને આજરોજ અમદાવાદ કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તમેજ રત્નાકરજી અને ગોરધનભાઈ ઝડફિયા ની અધ્યક્ષ સ્થાને એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ મીટીંગ નું આયોજન આવનારી 22 તારીખે બિહાર રાજ્યના સ્થાપના દિનની ઉજવણી કે જે 7 જિલ્લાઓમાં ઉજવવામાં આવશે જેમાં વલસાડ, સુરત, વડોદરા,અમદાવાદ,રાજકોટ , કચ્છ અને મહેસાણાના જિલ્લા નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં વસતા બિહાર સમાજના લોકો હર્ષઉલ્લા થી ઉજવણી કરે જેને અનુલક્ષી ને આગેવાનો સાથે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ને લઈ ને સમાજના આગેવાનમાં સંયોજક અજીતસિંહ રાજપૂત તેમજ બારડોલી થી સહ સંયોજક અશોકભાઈ વર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત થયા હતા.
