
ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )


હોળી ધુળેટી તહેવાર નિમિત્તે વીડિયો કોન્ફરન્સથી રાજ્યના તમામ અધિકારી સાથે કાયદો વ્યવસ્થા બાબતે ક્લાસ લેતા : વિકાસ સહાય
હોળી ધુળેટી તહેવાર સાથે પવિત્ર રમઝાન માસ હોવાને લઈને કોઈ બનાવ નહીં બને તેના માટે વિશેષ તકેદારી રાજ્યભરમાં રાખવાના સાથે શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત વધુ ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યા
સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ એક્શન પ્લાન અમલમાં મૂક્યો : અનુપમસિંહ ગેહલોત
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યના તમામ રેન્જ તેમ એસપી અને કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી આગામી હોળી ધુળેટી તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહી તે બાબતની સમીક્ષા મીટીંગ યોજાઈ હતી ખાસ કરીને એક તરફ હોળી અને ધુળેટી અને બીજી તરફ પવિત્ર રમઝાન મહિનો લઈને કોઈ અનિષ્ટનીઓ બનાવો નહીં બને તે માટે વિશેષ લો એન ઓર્ડર ની જાળવણી બાબતે તકેદારીના વિશેષ બંદોબસ્ત રાખવા બાબતે સૂચના આપવામાં આવી હતી
ગુજરાત રાજ્યમાં અવર નવર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કાયદો વ્યવસ્થા બાબતે ક્રાઈમ કોન્ફરન્સ કરતા હોય છે સાથે સાથે કોઈ મોટા તહેવાર આવતા હોય ત્યારે પણ વિશેષ તકેદારીના ભાગરૂપે કાયદો વ્યવસ્થા રાજ્યમાં જળવાઈ રહે તે માટે વિશેષ વીડિયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના એસપી રેન્જ આઈ જી અને પોલીસ કમિશનરો સાથે વાર્તાલાપ કરતા હોય છે સાથે સાથે અલગ અલગ કાયદો વ્યવસ્થા બાબતે ને પગલા ભરવાના નિર્દેશ પણ કરતા હોય છે હાલમાં હોળી ધુળેટી તહેવાર નિમિત્તે સાથે પવિત્ર રમઝાન મહિનો ચાલતો હોવાનો કોઈ જગ્યા પર અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે બુધવારે મોડી સાંજે રાજ્યના ડીજીપી વીડિયો કોન્ફરન્સ યોજી હતી વિડિયો કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશનર સાથે તમામ અધિકારીઓ જોડાયા હતા અને કાયદો વ્યવસ્થા ની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ શહેરમાં અને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ એક એક માહિતી મેળવવામાં આવી હતી આ સંદર્ભે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ હોળી ધુળેટીના દિવસે તેમના અધિકારીઓને ખાસ પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ઓફ ક્લોક સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો સૌથી મહત્વની બાબતે છે કે હોળી ધુળેટી ના તહેવાર નિમિત્તે લોકો નસીલા પદાર્થનું સેવન કરીને વાહનો ચલાવતા હોય છે જેના કારણે અકસ્માત થતા હોય છે એ અટકાવવા માટે સ્પેશિયલ ટીમો પણ તેનાન જ કરવામાં આવી છે સાથે સાથે સુરતમાં ડ્રગ્સ નું સેવન કરી લોકો ધૂળેટી ઉજવતા હોય છે તેવા લોકોને પકડી પડવા માટે સ્પેશિયલ એસઓજી ના નાયબ પોલીસ કમિશનર રાજદીપ નકુમ પણ તૈયારીઓ કરી દીધી છે નવા આધુનિક મશીન પણ એસ ઓ જી ની ટીમે રસ્તામાં લઈને ઉભી રહેશે બીજી તરફ સુરતની ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા તેની ટીમના છ ટીમ સાથે શહેરભરમાં પેટ્રોલિંગ કરવાનું નિર્દેશ આપવામાં આવ્યું છે બીજી તરફ સ્થાનિક પોલીસને પણ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને દેશી દારૂ પર કડક પડે દારૂબંધી અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે
