
ભાવિક શાહ (સુરત બ્યુરો )


દ ગુજરાતમાં ચાર જિલ્લામાં દરિયાકાંઠાના 657 ગામડઓમાં રૂ. ૩૯૭ કરોડના ખર્ચે ૧૮૮૧ કી.મી. વાયર અન્ડર ગ્રાઉન્ડ કરાશે.: DGVCL
દ ગુજરાતના ચાર જિલ્લામાં કોસ્ટલ વિસ્તારના આશરે 657 ગામડા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યો : 90 ટકા કામ પૂરું ….
ઘો 10 અને 12 બોર્ડ પરીક્ષા લઈને વિઘાર્થી ભવિષ્ય નહિ બગડે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો જેના લઈને કામ 2 માસ વિલબ થયો ….
દરિયા કાંઠા વિસ્તારના ગામડા ઓમાં કુદરતી આફત આવે છે ત્યારે વીજળી કંપની ભારે નુકશાન સહન કરવું પડતું હોય છે વીજ પૂરવઠો ખોરવાઈ જતો હોય છે તેમાટે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા વીજ લાઈનોના વધુ મજબૂતીકરણ માટે અને વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર તથા સતત વીજ પુરવઠો મળે એ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં વીજ વિતરણ ક્ષેત્ર કાર્યક્ષમ બનાવવા અને સક્ષમ
નાણાકીય વ્યવસ્થા થકી વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવા માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા
સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ‘રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)’ યોજના જાહેર કરેલ છે. જેમાં વીજ લાઈનોના વધુ
મજબૂતીકરણ માટેની કામગીરીઓ જેવી કે ખુલ્લા વીજ વાયરો બદલી એરિયલ બંચ કેબલ અને કવર કરેલા વીજ વાયરો, નવા
ટ્રાન્સફોર્મર, હયાત ટ્રાન્સફોર્મરની કેપેસીટીમાં વધારો, લાંબા ફીડરોનું વિભાજન, શહેરી વિસ્તારમાં & amp; દરિયા કાંઠાના વિસ્તારોમાં
વીજ વાયર અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે અને હયાત મીટરોને બદલે પ્રી-પેઈડ સ્માર્ટ મીટર મુકવામાં આવશે. DGVCL માં
RDSS યોજના હેઠળ કુલ રૂ. ૪૧૨૦.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. વધુમાં, ગુજરાત સરકારશ્રી દ્વારા દરિયા કાંઠાના
વિસ્તારોમાં તેમજ પર્યટન સ્થળો પર ઓવરહેડ ટુ અન્ડર ગ્રાઉન્ડ (Overhead to Underground) યોજના હેઠળ વીજ વાયર
અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. ઓવરહેડ ટુ અન્ડર ગ્રાઉન્ડ યોજના હેઠળ કુલ રૂ. ૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી
દ ગુજરાતમાં ખાસ કરીને કાંઠા વિસ્તાર માં ભરૂચ, વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં આવતા હાંસોટ, વાગરા, જંબુસર, પારડી, વલસાડ,
ઉમરગામ, જલાલપોર, ગણદેવી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાં DGVCLના કાર્યક્ષેત્ર હેઠળના વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર તથાસતત વીજ પુરવઠો મળે એ માટે કેન્દ્ર સરકારની ‘રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)’ યોજના તેમજ ગુજરાત
સરકારની ઓવરહેડ ટુ અન્ડર ગ્રાઉન્ડ (Overhead to Underground) યોજના હેઠળ કુલ રૂ. ૩૯૭ કરોડના ખર્ચે ૧૮૮૧
કી.મી. વાયર અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. જેમાંથી ૯૫% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. ચક્રવાત અને ચોમાસા દરમિયાન થતા
નુકસાન અને અવારનવાર થતા વીજ વિક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થશે. વધુમાં, અન્ડરગ્રાઉન્ડથી વીજ પુરવઠામાં અવરોધો ઓછા થશે
અને ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહેશે. DGVCLના કાર્યક્ષેત્ર હેઠળના સાત જિલ્લાના 3500 ગામડા આવરી લેય છે હાલમાં કોસ્ટલ ગામડા વાત કરીયે તો 30 ટાકા એટલે 657 ગામડા આવેલા છે કુદરતી આફત આવે ત્યારે વીજળી પુરવઠો થી વચિત ગામડાવાસી રહેતા હતા પરંતુ સરકાર ધ્વરા નવી યોજના હેઠળ વીજ પુરવઠો ના કામ અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખી શરુ કરવમાં આવ્યા હતા છેલ્લા 2 માસ થી કોસ્ટલ વિસ્તારના કામ વિલંબ થઇ રહયો છે જેની પાછળ ઘો 10 અને 12 પરીક્ષ લઈને DGVCLના ચીફ એન્જીનિયર પ્રોજેક્ટ પ્રોગામ ના કેદારીયા એ અટલ સવેરા ને જણવ્યું હતું કે દ ગુજરાતના કોસ્ટલ વિસ્તારના આશરે 657 ગામડા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવો છે સૌથી વધુ સુરતના ઓલપાડ માં 103 ગામડા કોસ્ટલ આવેલા છે સૌથી ઓછા સુરતના ચોર્યાસી 37 ગામડા આવેલા છે આમ ચાર જિલ્લમાં પૌકી નવસારી ,સુરત , વલસાડ અન્યૂ ભરૂચ જિલ્લામાં અલગ અલગ જિલ્લાના ત્રણ ટિમ બનાવામાં આવી છે એક ટિમ માં 8 કમર્ચારી હોય છે આગામી 31 મેં પેહલા તમામ કામ પૂરું કરવાનો આદેશ DGVCL ના એમડી યોગેશ ચૌધરીએ આપિયો હતો હાલમાં 90 ટકા કામ પૂરું થયું છે બોર્ડ ની પરીક્ષા લઈને મોડું કરાયું હતું વિઘાર્થી ભવિષ્ય નહિ બગડે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો આગામી દિવસમાં 10 ટકા કામ સમય પેહલા પૂરું થશે તેવી અપેક્ષા રાખવમાં આવી છે
