
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી તો આ વખતે માત્ર 17 જ સીટ મેળવી શકી છે. એમ કહી શકાય કે, કોંગ્રેસ માટે આ બહુ કારમી હાર છે. તેટલું જ નહીં, આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તેમાં પણ કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે.
ગુજરાતમાં આગામી રાજ્યસભા ચૂંટણી ક્યારે?
ઓગસ્ટ, 2023 – 3 બેઠક માટે ચૂંટણી
એપ્રિલ, 2024 – 4 બેઠક માટે ચૂંટણી
જૂન, 2026 – 4 બેઠક માટે ચૂંટણી
આ પણ વાંચોઃ
જોઈ લો તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ, આ રહ્યુ લિસ્ટ…
રાજ્યસભા કાયમી ગૃહ
રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ તેના સભ્યો કાયમી નથી હોતા. રાજ્યસભાના ત્રીજા ભાગના સાંસદો દર બે વરસે બદલાય છે. દરેક સાંસદ છ વરસની મુદ્દત ભોગવે છે. આ ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી પણ દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો જ મત આપી શકે છે, તેથી ચૂંટણીનાં પરિણામ અંગે પાક્કી આગાહી કરી શકાય છે. ધારાસભ્યો પોતપોતાના પક્ષના આદેશ પ્રમાણ મત આપે પણ કાયદેસર રીતે ગમે તેને મત આપી શકે છે. મહત્ત્વનું છે કે, રાજ્યસભામાં જવા માટે વિધાનસભાના સભ્યોના મત મહત્ત્વના છે. ત્યારે ભાજપ પાસે હાલ 182માંથી 156 મત છે. કોંગ્રેસ પાસે 17 તો આમ આદમી પાર્ટી 5 મત છે. જ્યારે અન્ય પાર્ટી સહિત અપક્ષના કુલ 4 મત છે. ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસનો એકપણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં જઈ શકે.
આ પણ વાંચોઃ
વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડ કઈ બેઠક પર અને કોણ રસાકસીથી જીત્યું
સરેરાશ મતદાન 64.33 ટકા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
આ પણ વાંચોઃ
વિધાનસભાની ચૂંટણીએ લોકસભાના દ્વાર ખોલ્યાં, મોદીએ રંગ રાખ્યો
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર


