
ભાવિક શાહ (સુરત બ્યુરો )


આગામી હોળી ધુળેટી તહેવાર નિમિત્તે વિશેષ પોલીસ બંદોબસ્ત : અનુપમસિંહ ગેહલોત
રમજાન અને ધુળેટી ના તહેવાર નિમિત્તે કોઈ અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે વિશિષ્ટ તકેદારી રાખવામાં આવશે તેમજ હોળી ધુળેટી નિમિત્તે રસ્તા પર રંગ ગુલાલ ઉડાડી ન શકાય તે માટે પણ જાહેરનામુ બહાર પાડશે
આગામી 14 માર્ચે હોળી ધુળેટી તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ ક્રાઇમ મીટીંગ ડીસીપી અને સંયુક્ત કમિશન ની આજે બપોરે યોજાઇ હતી જેમાં હોળી ધુળેટી તહેવાર નિમિત્તે વિશેષ પોલીસ બંદોબસ્ત અલગ અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે એક તરફ રમઝાનનો પવિત્ર મહિનો ચાલે છે અને બીજી તરફ હિન્દુઓનો હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે મીટીંગ માં વિજિલન્સ દ્વારા થયેલા કેસ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર પછી તપાસ આપવામાં આવશે અને જવાબદાર અધિકારી પર પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં ભરે એવા સંકેતો મળી રહ્યા છે…?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીની મુલાકાતે 07 માર્ચે આવ્યા હતા જેને લઈને શહેરમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત માંથી માંડ ફ્રી થયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારી પાછા આગામી હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત કમિશનર તેમજ તમામ ડીસીપી સાથે આજે બપોરે કાયદો વ્યવસ્થાની સમીક્ષા ની એક મીટીંગ યોજાઇ હતી જેમાં સુરતમાં હાલમાં હોલી ધુળેટી ના તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો હર્ષ અને ઉલ્લાસથી ધુળેટી નો તહેવાર ઉજવાય તે માટેના વિશેષ પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ક્લોક અલગ અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવી રહ્યો છે પોલીસ કમિશનર સુરતમાં એક તરફ પવિત્ર રમજાન મહિનો શરૂ થયો છે બીજી તરફ હિંદુ મુસ્લિમ ભાઈચારાના ભાગરૂપે કેટલી જગ્યા પર ધૂળેટીઓ મનાવવામાં આવે છે આ ધૂળેટીમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે તે માટે તમામ ઝોનના ડીસીપીને સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા રાઉન્ડ ઓફ ક્લોક પેટ્રોલીક તેમજ પીસીઆર વન અને સીસીટીવી કેમેરા ના માધ્યમથી અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર નજર રાખવામાં આવ્યો છે અસામાજિક તત્વો પોલીસ કમિશનર દ્વારા વાર તહેવારે વારંવાર વોર્નિંગ આપવામાં આવે છે અને એનો કડક પડે અમલ પણ કરવામાં આવે છે જેથી કરીને કાયદો વ્યવસ્થા માં હાલમાં ગુના ઓછા બની રહ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત કમિશનર વત્સ , સ્પેશિયલ કમિશનર વાબંગ જમીર, સ્પેશિયલ કમિશનર ડામોર ક્રાઈમ બ્રાન્ચ ના રોજીયા , રાજદીપ નકુમ ભગીરથ ગઢવી હેતલ પટેલ અને બારોટ ને વિશેષ જવાબદારી સોપોમાં આવી છે ઉલ્લેખની એ બાબતે છે કે આજે પોલીસ કમિશનર દ્વારા સુરતમાં થયેલા વિજિલન્સ દારૂ અને અન્ય કેસોમાં અધિકારી સાથે પરામર્શ કરીને તપાસ આપવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસમાં વિજિલન્સ ની રેડ બાબતે પોલીસ કમિશનર કડક પગલાં ભરે એવા સંકેતો મળી રહ્યા છે
