
નેચર ક્લબ સુરત દ્વારા ફ્લોરા એન્ડ ફોના ચિત્ર સ્પર્ધામાં શ્રી શાંતારામ ભટ ની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે રૂપિયા 5 હજાર નું રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું


શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ મોતાના વિદ્યાર્થીઓએ તારીખ 9 /2 /25 રવિવારના રોજ નેચર ક્લબ સુરત ખાતે ફ્લોરા એન્ડ ફોના ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમાં અમારી શાળાની ધોરણ ૩ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાજપૂત ક્રિષ્ના ખુમાનસિંહ જુનિયર ગ્રુપમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ₹5,000 નું રોકડ ઇનામ મેળવ્યું છે.અને બીજા ચાર વિધાર્થીઓ એ એક્સિલન્સ એવોર્ડ મેળવ્યો છે જેમના નામ
૧) લુહાર દિતી જીતુભાઈ
૨) રાજપૂત ક્રિષ્ના રાકેશભાઈ
૩) આહિર નક્ષ ગિરીશભાઈ
૪) નિશાદ હર્ષિતા કમલભાઈ
એ રૂપિયા 1000 નું રોકડ ઇનામ મેળવ્યું છે.
અને બીજા 35 વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ મેળવ્યા છે.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ચિત્ર શિક્ષક શ્રીમતિ ખુશ્બુબેન વાસીયા અને શ્રીમતિ જ્યોતિબેન રાઠોડ દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.
શાળાના આચાર્યા શ્રી દીપિકાબેન દેસાઈ , પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ અને મંત્રીશ્રી રમેશભાઈ પટેલે ચિત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે.
ખરેખર આ પ્રસંગ શાળા માટે ગૌરવશાળી બની રહ્યો.
