
હરીપુરા કોઝ વે તા 31ઓક્ટોબર સુધી બંધ કરાયો.


(હાઈ લેવલ બ્રિજ ની કામગીરી બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું )
કડોદ- કોસાડી રોડ ઉપર હરીપુરા કોઝ વે ખાતે નિર્માણાધિન હાઇ લેવલ બ્રીજ અક્રોસ તાપી રીવરની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે .જેને ધ્યાનમાં લેતા ટ્રાફિક નિયમન વ્યવસ્થિત ચાલે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર કડોદ કોસાડી રોડ ઉપર આવેલ હાઇ લેવલ બ્રીજ અક્રોસ તાપી રીવરની કામગીરી ચાલુ કરવાની હોવાથી તા.24-2-2025 થી તા.31-10-2025 સમય દરમ્યાન કોઝ વે રસ્તો જાહેર અવરજવર માટે બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે ભારે વાહનો માટે
ઉમરસાડી-કોસાડી-ઉન-પુના રોડથી SH-65 થઇ માંડવીથી તરસાડા-કડોદ હરિપુરા(ટી.કે.બી.એસ.એન રોડ,SH-88) અને હળવા વાહનો માટે કડોદ-કોસાડી રોડ થી નવા સર્વિસ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે મુજબ જણાવાયું છે. લાંબા સમય ની માંગણી ની કામગીરી વેગ પકડતા વાહનચાલકો અને સ્થાનિક લોકો માં આનંદ છવાયો છે.
