Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

જમ્મુ :છૂટાછેડા લીધેલી મહિલાઓને ડિવોર્સી ‘કહેવું હવે મોંઘુ પડશે! દંડ થશે જમ્‍મુ અને કાશ્‍મીર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્‍યો

ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

છૂટાછેડા લીધેલી મહિલાઓને ડિવોર્સી ‘કહેવું હવે મોંઘુ પડશે! દંડ થશે

જમ્‍મુ અને કાશ્‍મીર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્‍યો

જમ્‍મુ,: એક મહત્‍વપૂર્ણ નિર્ણયમાં, જમ્‍મુ અને કાશ્‍મીર હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મહિલાઓને કોર્ટમાં પોતાને ‘ડિવોર્સી કહેવા પર પ્રતિબંધ મૂકયો છે. ત્રણ વર્ષ પહેલાં એક વૈવાહિક વિવાદમાં દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતાં, ન્‍યાયાધીશ વિનોદ ચેટર્જી કૌલે મહિલાઓને ડિવોર્સી ઁતરીકે ઓળખવાને ‘ખરાબ -થા’ ગણાવી હતી અને કહ્યું હતું કે ફક્‍ત છૂટાછેડા લીધા હોવાના આધારે મહિલાને ‘ડિવોર્સી તરીકે ઓળખવી એ ખોટી અને પીડાદાયક પ્રથા છે. જોસ્ત્રીઓ માટે ઁછૂટાછેડા લેનારઁ લખી શકાય છે, તો પુરુષો માટે પણ ‘છૂટાછેડા લેનાર’ લખવું જોઈએ, જે સમાજમાં સ્‍વીકાર્ય નથી. હાઈકોર્ટે એક આદેશ જારી કરીને તમામ નીચલી અદાલતોને આ નિર્ણયનું પાલન કરવાનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે નિર્ણયની સમીક્ષા માટે અરજી દાખલ કરનાર અરજદારને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો.
હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ છૂટાછેડા લીધેલી મહિલાની ઓળખ ફક્‍ત કોર્ટના દસ્‍તાવેજોમાં તેના નામથી જ થશે. જો કોઈ પણ અરજી કે અપીલમાં કોઈ મહિલાને ‘ડિવોર્સી લીધેલી’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે તો તે અરજી રદ કરવામાં આવશે. વકીલો અને મહિલાઓએ આ નિર્ણયની પ્રશંસા કરી છે.
ઓગસ્‍ટ ૨૦૨૩ માં, તત્‍કાલીન CJI ડી.વાય. ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ વતી એક હેન્‍ડબુક જારી કરી હતી. આમાં મહિલાઓ માટે ટાઇટલનો ઉપયોગ ટાળવા માટે કહેવામાં આવ્‍યું હતું. માર્ગદર્શિકા મુજબ, ગુનેગાર, પછી ભલે તે પુરુષ હોય કેસ્ત્રી, એક માનવી છે. તેના માટે વ્‍યભિચારી, અનૈતિક, છેતરપિંડી કરનાર, ભટકનાર જેવા શબ્‍દોનો ઉપયોગ કરી શકાતો નથી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement