Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત:સુરત શહેરમાં દિવસે-દિવસે વધતા સુસાઈડ, નાર્કોટિક્સ અને અકસ્માતના કેસોને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા ગુજરાતમાં પ્રથમવાર વિશેષ રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ભાવિક શાહ (સુરત બ્યુરો )

સુરત પોલીસ વાઘતા જતા બનાવ પગલે સુસાઇડ પર રિસર્ચ કરશે….?

સુરતમાં રોજ સરેરાશ 3થી વધુ લોકો આત્મહત્યા બનાવ બને :અનુપમસિંહ ગેહલોત

લોકો ના આત્મહત્યા બનાવ અટકાવ માટે કારણો જાણી માનસિક તણાવને ઘટાડવા માટે કાઉન્સેલિંગ પ્રોગ્રામ શરૂ કરાશે

  • સુરત શહેરમાં દિવસે-દિવસે વધતા સુસાઈડ, નાર્કોટિક્સ અને અકસ્માતના કેસોને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા ગુજરાતમાં પ્રથમવાર વિશેષ રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનુ મુખ્ય ઉદ્દેશ આંકડાકીય માહિતીના આધારે શક્ય તેટલી અસરકારક અને ટાર્ગેટેડ પોલિસી બનાવી શકાય હોય તે હેતુ થી ભગીરથ કાર્ય હાથ ધરાયુ છે .

આગામી પરીક્ષા લઈને બાળકોના માનસિક તણાવને ઘટાડવા કાઉન્સેલિંગ પ્રોગ્રામ શરૂ કરાશે…..
સુરતમાં આત્મહત્યા (સુસાઈડ)ના કેસો સતત વધી રહ્યા છે. દરરોજ સરેરાશ ૩થી વધુ લોકો જીવ ગુમાવે છે. સુરત શહેરના સ્લમ વિસ્તારોમાં શૈક્ષણિક દબાણ, આર્થિક તંગી, પરિવારિક ઝઘડા, પ્રેમપ્રસંગ અને નશાખોરી જેવા કારણો લોકોના જીવન માટે જોખમરૂપ બની રહ્યા છે. સુરતમાં સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરેલા લોકોમાં ડિપ્રેશન અને સામાજિક દબાણને કારણે આત્મહત્યા વધુ થવાની શક્યતા જણાઈ રહી છે. પોલીસ દ્વારા શહેરના સ્યુસાઈડ હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગામી પરીક્ષા લઈને યુવાનો અને બાળકોના માનસિક તણાવને ઘટાડવા માટે વિશેષ કાઉન્સેલિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ માં સર્વે ના આધારે સુરતમાં દરરોજ સરેરાશ 3થી વધુ લોકો આત્મહત્યા કરે છે. નશીલા પદાર્થોની લત ઘરાવતા યુવાધન માટે મોટી ચિંતાનું કારણ બની રહયુ છે . શહેરમાં ટ્રાફિક દુર્ઘટનાના કારણે દર વર્ષે હજારો લોકો ના જીવ ગુમાવે છે. આ બનાવમાં બધું શા માટે થઈ રહ્યું છે…? અને કયા કારણો જવાબદાર છે….? આવી ઘટના અટકાવમાં અને ઉકેલ માટે શું કરી શકાય….? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે પોલીસ કમિશનરે અનુપમસિંહ ગેહલોત એ શહેરના 4 DCP અને 11 PIની વિશેષ ટીમને શહેરમાં બનતા બનાવની વિગતવાર રિસર્ચ શરૂ કરવા આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ સામીલ આ ટીમ સભ્ય છેલ્લા 5 વર્ષના ડેટાનો વિશેષ અભ્યાસ કરશે અને મુખ્ય તથ્યો બહાર લાવશે, જેથી આ પ્રોજેક્ટ આધારે આગામી સમયમાં પોલીસ સમગ્ર સુરક્ષા સિસ્ટમ વધુ મજબૂત અને અસરકારક બનાવી શકે.કઈ કોલેજોમાંથી વધુ વિદ્યાર્થીઓ ડ્રગ્સના શિકાર બને છે? તે જાણવા યુવા પેઢી માટે મોટો ખતરો બની રહેલી નાર્કોટિક્સ સમસ્યાનો રિસર્ચ કરાશે. સુરતમાં MD ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનું વલણ કોલેજિયનોમાં વધી રહ્યું છે. સુરત પોલીસે ખાસ અભ્યાસ શરૂ કર્યો છે કે, કઈ કોલેજોમાંથી વધુ વિદ્યાર્થીઓ ડ્રગ્સના શિકાર બને છે? સુરતના કયા હોટલ, પબ અને ગેસ્ટહાઉસમાં ડ્રગ્સનું વેચાણ થાય છે? અને ડ્રગ્સની સપ્લાય ચેઇન ક્યાંથી આવે છે? પોલીસ હવે ડ્રગ્સ માટે હોટસ્પોટ્સ અને સપ્લાય ચેઇન શોધવા પાછળ લાગી છે. સમગ્ર રિસર્ચ પછી યુવાનો માટે કડક પગલાં અને જાન જાગૃતિ અભિયાન ચલાવાશે.આગામી સમયમાં સુરતના ડેન્ઝરસ સ્પોટ પર સ્ટ્રિક્ટ એક્શન અને સેફટી મેજર્સ લાગુ કરાશે જેથી શહેરમાં 3,000થી વધુ લોકો અન-નેચરલ ડેથ (અકસ્માત, આપઘાત, હત્યા)ના ભોગ બને છે. ટ્રાફિક અકસ્માત એ મોટું કારણ છે. પોલીસે 50 ટ્રાફિક બ્લેક-સ્પોટ અને 100+ હાઈ-રિસ્ક એક્સિડન્ટ ઝોન ઓળખ્યા છે. ખાસ કરીને રાત્રી દરમિયાન અકસ્માતોની સંખ્યા વધી જાય છે. ટ્રાફિક ભંગાણ, ઓવરસ્પીડ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુખ્ય કારણો છે. પોલીસ દ્વારા સુરતના ડેન્ઝરસ સ્પોટ પર સ્ટ્રિક્ટ એક્શન અને સેફટી મેજર્સ લાગુ કરવમાં આસાની રહે …..?આ સાથે સુરતમાં 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે તેવા આંકડા બહાર આવ્યા હતા સુરત શહેરમાં ગુનાખોરી પણ વધતી જાય છે. આ પરિસ્થિતિને સમજવા માટે પોલીસ હત્યા, મારામારી, લૂંટ અને ચોરીના કેસોની વિશેષ તપાસ કરશે. રિસર્ચમાં પાંડેસરા, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ખાસ કરીને 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકો મોટા પ્રમાણમાં ગુનાઓમાં સંકળાયેલા હોવાની ચિંતાજનક વિગતો બહાર આવી છે.બીજી તરફ શહેરમાં થી દર વર્ષે 700થી વધુ લોકો ગુમ થાય છે જે ને શોઘવામાટે પોલીસે ટિમ રચના કરી હતી મિસિંગ પર્સન્સ (ગુમ થયેલા લોકો)ના કેસોની પણ ઊંડી તપાસ હાથ ધરાશે. શહેરમાં દર વર્ષે 700થી વધુ લોકો ગુમ થાય છે, જેમાં 90% લોકોને શોધી લેવામાં આવે છે. જો કે, લોકો શા માટે ગુમ થાય છે? કઈ પરિસ્થિતિઓએ તેમને ઘર છોડવા માટે મજબૂર કર્યા? શું આમાં કિડનેપિંગ, માનસિક તણાવ અથવા અન્ય કોઈ મોટું કારણ છે? સુરત પોલીસ આ પરિસ્થિતિઓને સમજીને મિસિંગ કેસોની સંખ્યા ઘટાડવા માટે ખાસ અભિયાન શરૂ કરશે.

આ સમગ્ર રિસર્ચ બાદ શહેર માટે વિશેષ સુરક્ષા પગલાં ભરાશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, “આ અભિયાનની મદદથી અમે સુરતમાં આપઘાત, નશાખોરી અને અકસ્માતો રોકવા માટે ઠોસ નીતિ બનાવીશું. અમારી ટીમ, NGOs અને કાઉન્સેલિંગ એક્સપર્ટ સાથે મળીને પ્રભાવી અભિગમ અપનાવશે, જેથી શહેર વધુ સુરક્ષિત બની શકે.” ગંભીર ગુના સાથે અકસ્માત અટકવાના વિશેષ પ્રયાસ હાથ ઘરાવમાં આવશે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement