Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત જિલ્લામાં ડિવાયએસપી કચેરી શરૂ થયાને વધુ સમય બાદ રાજ્ય ના ગૃહ વિભાગની મંજૂરી…… સુરત જિલ્લાના એસ પી હિતેશ જોયસર ના ભગીરથ પ્રયાસ બાદ એક વર્ષ કરતાં વધુ સમયથી મંજૂરી રાહ જોયા ઝંખવાવ,ઉમરપાડા, માંડવીનો માંગરોળ ડિવિઝનમાં સમાવેશ થયો ….

ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

સુરત જિલ્લામાં ડિવાયએસપી કચેરી શરૂ થયાને વધુ સમય બાદ રાજ્ય ના ગૃહ વિભાગની મંજૂરી……

સુરત જિલ્લાના એસ પી હિતેશ જોયસર ના ભગીરથ પ્રયાસ બાદ એક વર્ષ કરતાં વધુ સમયથી મંજૂરી રાહ જોયા ઝંખવાવ,ઉમરપાડા, માંડવીનો માંગરોળ ડિવિઝનમાં સમાવેશ થયો ….

સુરત જિલ્લાના વસ્તી સાથે અધોગિક એકમ વઘીયા હતા જેના કારણે સુરત જિલ્લાના વધુ એક ડિવિઝન માંગણી રાજયના ગુહ મંત્રાલય પાસે એસ પી હિતેશ જોયસર દ્વારા કરવામાં આવી હતી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી મંજૂરી અપેક્ષાએ સુરત જિલ્લામાં જિલ્લા પોલીસની ત્રીજુ ડિવિઝન કાર્યરત કરવામાં આવ્યું હતું. જેને આખરે એક વર્ષથી વધુ સમય બાદ ગૃહવિભાગે મંજૂર કરતાં હવે એક વર્ષ બાદ રેકોર્ડ ઉપર કાયદેસર કામરેજ ડિવિઝનમાંથી માંગરોળ ડિવિઝનને છુટુ પાડવામાં આવ્યું છે. આમ તો મંજૂરીની અપેક્ષાએથી જ એક વર્ષથી માંગોરળ ડિવિઝન કાર્યરત કરી દેવામાં આવ્યું હતું. હિતેશ જોયસર ના ભગીરથ પ્રયાસના લઈને પણ પોલીસ બેડામાં ખાસી ચર્ચા ચાલી હતી.અને આ ચર્ચા પર પુરવિરામ મુકાઈ ગયું છે …..?

સુરત જિલ્લા પોલીસમાં બારડોલી અને સુરત બે ડિવિઝન કાર્યરત હતાં. પોલીસ કામગીરી બાબતે સવાલ ઉભા થતા હતા સુરત જિલ્લાના વસ્તી અને અધોગિક એકમ લઈને કાયદો વ્યવસ્થા પણ પોર્બ્લેમ થયા હતા અને સારી કામગીરી માટે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં એસ પી હિતેશ જોયસર હંમેશા આગળ હોય છે ત્યારે ભગીરથ પ્રયાસ ભાગ રૂપે તેમને પોલીસ પોલીટીક્સ ગણો કે અન્ય કોઈ કારણસર રાતો રાત માર્ચ 2024માં મંજૂરીની અપેક્ષાએ સુરત ડિવિઝનનું વિભાજન કરી ને માંગરોળ ડિવિઝન કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારની ગુહ મંત્રાલય ધ્વરા મંજૂરી વગર માત્ર પત્ર વહેવારને આધારે એક ડિવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ ફરજ બજાવતાં હતાં. આ ડિવિઝન ચાલુ થતાં જ સુરત જિલ્લાના પોલીસમાં માહોલ ગરમાયો હતો. ત્યારબાદ ફરી એક પત્ર વ્યવહાર થયો હતો. જે પત્રવ્યવહારને આધારે આખરે રાજ્ય સરકારના 7 જાન્યુઆરી 2025ના રોજ ગૃહ વિભાગ દ્વારા સુરત જિલ્લામાં પોલીસ રેકોર્ડ ઉપર ત્રણ ડિવિઝન કાર્યરત કરી દેવામાં આવ્યા છે. હવે સુરત ડિવિઝનનું નામ બદલીને કામરેજ ડિવિઝન રાખવામાં આવ્યું છે. અને કામરેજ ડિવિઝનમાંથી માંગરોળ ડિવિઝન કાગળ ઉપર છુટુ પડી ગયું છે.

વિભાજન પ્રકિયા માટે ગૃહ વિભાગે નાણાં વિભાગ સાથે પત્ર વ્યવહાર કરી નવુ મહેકમ મંજૂર કરી દીધુ છે. આખરે વાદ વિવાદ વચ્ચે સુરત જિલ્લામાં ત્રીજુ ડિવિઝન કાગળ ઉપર કાર્યરત થઈ ગયું છે.

નવા મહેકમ મુજબ માંગરોળ ડિવિજનમાં એક ડિવાયએસપી, એક પીએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ, એક પોલીસ કોન્સ્ટેબલ અને એક જૂનિયર ક્લાર્કની મંજૂરી આપવામાં આવી છે. સરકારના જાહેરનામા મુજબ સુરત ડિવિઝનની જગ્યાએ કામરેજ ડિવિજનનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કામરેજમાં ઓલપાડ, કીમ, કામરેજ અને કોસંબા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે માંગરોળમાં માંગરોળ, ઝંખવાવ, ઉમરપાડ અને માંડવી પોલીસ સ્ટેશનનો સાવેશ થાય છે. જ્યારે બારડોલી ડિવિઝનમાં બારડોલી ટાઉન, બારડોલી રૂલર, મઢી, પલસાણા, કડોદરા, મહુવા અને અનાવલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાના એસ પી હિતેશ જોયસર ની અથગ પ્રયાસ બાદ ગુહવિભાગ દ્વાર મંજૂરી અપાઈ છે ખરા અર્થમાં તેમને કરેલા કાર્યની નોઘ ગુહ મત્રાલય લીઘું હતું

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement