
ભાવિક શાહ (સુરત બ્યુરો )
મગોબ સમસ્ત ગામ ટ્રસ્ટની જમીનમાં સરકારનું નામ દાખલ કરી દીધું : ડો સૌરભ પારગી


શરત ભંગ થતા મગોબ બ્લોક નંબર 156 પૈકી 1 વાળી જમીન શ્રીસરકાર …..
મોગબ ગામ સમસ્ત વહીવટકર્તાઓએ જમીન વેચી દેતાં કલેક્ટરે કેસ સૂઓમોટો રિવિઝનમાં લીધો….
સુરતમાં મગોબમાં ઢોરચરણની બ્લોક નંબર ૧૫૬ પૈકી ૧ વાળી ૭૮૯૧ ચોરસમીટર જમીનમાં શરતભંગ થતાં શ્રીસરકારનું નામ દાખલ કરી દેવાયું છે.
ત્રીજી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૭/૧૨માં કાચી નોંધ પાડી નવું પાનિયું ઉપસ્થિત કરવા સિટીપ્રાંત અધિકારીએ આદેશ આપ્યો છે. આ સાથે જ ૫૦ કરોડની બજાર કિંમત ધરાવતી મબોગની જમીનનો ધડો લાડવો કરવા ગયેલા
કૌભાંડિયાઓના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું છે. સુરતના મગોબ ગામની સરવે નંબર ૩-બ, બ્લોક નંબર ૧૫૬ પૈકી ૧ વાળી ૧૨૭૪૮ ચોરસમીટર જમીન મહેસૂલ માફીની શરતે ઢોરચરણ માટે મગોબ ગામ સમસ્ત ટ્રસ્ટને આપી હતી. ત્યારથી ૭/૧૨માં મગોબ ગામ સમસ્તનું નામ ચાલી આવે છે. જોકે, ત્યારબાદ સરકારે ૭૮૯૧ ચોરસમીટર જમીન નહેર માટે સંપાદિત કરી હતી. નહેર માટે સંપાદિત આ જમીનનો કબજો મગોબ ગામ સમસ્ત પાસે જ હતો. ૨૦૨૩માં સરકારે આ જમીન ફરી ગામ સમસ્તના વહીવટકર્તાઓને સોંપી હતી. જેને પગલે જાન્યુઆરી ૨૦૨૪માં આ જમીનમાં કમિટીનું નામ દાખલ થયું હતું. જોકે, સરકારે જમીન આપતી વેળા શરત મૂકી હતી કે, આ જમીનમાં ઢોરચરણ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ થઈ શકશે નહીં. અને કોઈને પણ વેચાણ કરી શકશે નહીં. આમ છતાં મગોબ ગામ સમસ્ત વહીવટકર્તાઓએ બારોબાર જમીનનો સોદો કરી વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ૨૪ કરોડનો દસ્તાવેજ કરી તેની ૧.૭૦ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી ભરી કેતનસિંહ ફતેસિંહ ગોહિલ અને મહેશ વિરમભાઈ બારોટને વેચી દીધી હતી. મહેસૂલ માફીની શરતે ઢોરચરણ માટે આપેલી જમીન બારોબાર વેચી દીધી હોવાનું જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક સૂઓમોટો રિવિઝનમાં લઈને સિટીપ્રાંત અધિકારીને તપાસ સોંપી હતી. સિટીપ્રાંત અધિકારીએ બ્લોક નંબર જમીનની 7/12માં 1287 નંબરથી કાચી નોંધ પડી મગોબ ૧૫૬ પૈકી ૧ વાળી જમીનમાં બીજી જાન્યુઆરીના રોજ હુકમ થયા બાદ ત્રીજી જાન્યુઆરીના રોજ ૭/૧૨માં ૧૨૮૭ નંબરથી કાચી નોંધ પાડવામાં આવી છે. આ કાચી નોંધમાં ગામ દફતરે સરકાર હસ્તક લખી નવું પાનિયું ઉપસ્થિત કરવા નિયમોનુસારની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. বায়ান 03/01/2025 No. (4) 1 2 Name (414) મગોબ ગામ સમસ્તના વહીવટકતાં કમીટો *તલાટીથી મગોબ, ગામ: મગોબ તાલુકો: પુણા જીલ્લો: સુરત yewal Vitage ( Taluka (ngsi): you District (col): सुरत ના ગામે આવેલી નીચે જણાવેલ જમીનના હક્ક અંગેની ફેરફાર નોંધ મજકુર ગામા ગાને (માં કરવામાં આવેલ છે. આ ફેરફાર બાબતમાં કોઇપણ હક્કદાર વ્યક્તિને પોતાના હક્ક પૂરતાં જ વાઘો અથવા તકરાર હોય તો નોટીસ મળ્યાની તારીખથી 30 દિવસની મુદતમાં નીચે સરી કસારને પુરાવા સાથે લેખીત રજુઆત કરવો, તેમ નહી કરવામાં આવે તો મુદત વીતે કરવામાં આવનાર ફેરફારને બહાલી આપવામાં આવશે. જેમાં કોઈપણ વાક્તિની રેવન્દુ સાહે તકરાર ચાલરો નહિ જેની ોંધ લેting.
સિટીપ્રાંત મજુરાએ 32 દિવસમાં જ કેસનો નિકાલ કરી દીધો
મગોબની સરવે-બ્લોક નંબર ૧૫૬ પૈકી ૧ વાળી જમીન ઢોરચરણ માટે આપવામાં આવી હતી. આ સાથે જ જમીન ક્યારેય પણ વેચી શકાશે નહીં. આમ છતાં સરકારે આપેલી જમીન કમિટીના વહીવટકર્તાઓએ બારોબાર વેચી નવેમ્બર મહિનામાં વેચાણ દસ્તાવેજ કર્યો હોવાનું સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના ધ્યાને આવતા કેસને સુઓમોટો રિવિઝનમાં લીધો હતો. સુઓમોટો દાખલ કરી સિટીપ્રાંત મજૂરાને તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. દરમિયાન સિટીપ્રાંતે જમીન સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ફક્ત ને ફક્ત ૩૨ દિવસમાં જ નિર્ણય લઈ જમીનમાં શ્રીસરકારનું નામ દાખલ કરી દીધું હતું. ૨૯મી નવેમ્બરના રોજ સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યો હતો, અને ૩જી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૭/૧૨માં સરકારનું નામ દાખલ કરવાની કાચી નોંધ પાડી દીધી હતી.
મગોબ જમીન કેસમાં નોંધણી નિરીક્ષક એસ.જે. કળથિયાની બદલી થઈ હતી
મગોબની ૧૫૬ પૈકી ૧ વાળી જમીનનો દસ્તાવેજ કરી દેવાના પ્રકરણમાં સુરતના નોંધણી સર નિરીક્ષક એસ.જે.કળથિયાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જ્યારે દસ્તાવેજની નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર દર્શન પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
7/12માં ગામ સમસ્ત કમિટીનું નામ દાખલ થયાના 11 માસમાં જ જમીનનો ખેલ પાડી દીધો
મગોબની સરવે-બ્લોક નંબર ૧૫૬ પૈકી ૧ વાળી ૧૨૩૪૩ ચોરસમીટર જમીન મહેસૂલ માફીની શરત સાથે મગોબ સમસ્ત ગામ વહીવટકર્તાઓને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે આ જમીનમાંથી ૭૮૯૧ ચોરસમીટર જમીન નહેર માટે સંપાદિત કરી હતી. ત્યારબાદ જમીન સરકારે ગામ સમસ્ત વહીવટકર્તા કમિટીને સોંપી હતી. તેમજ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૭/૧૨માં મબોગ ગામ સમર દાખલ થયું હતું. હવે ૭/૧૨માં નામ દાખલ થયાના જમીનના વહીવટકર્તાઓની દાનત બગડી હતી. તેમજ તેઓએ ૧૧ જ મ પાડી દીધો હતો. જમીન વેચી નહીં શકાય તેવી શરત હોવા છતાં કૌભાંડિયાઓ બારોબાર જમીન વેચી રૂપિયા ગજવે ઘાલી & ૧૫૬ પૈકી ૧ વાળી જમીનનું ટાઈટલ જોઈ શરતભંગ થયો હોવાનું જણાતા કલેક્ટરને પરવાનગી લઈ તાત્કાલિક અસરથી ૭/૧૨માં સરકારનું નામ દાખલ કરી દીધું હતું. સરકારનું નામ દાખલ થતાં જ કૌભાંડિયા ગાના ખેલ ઉંધો પડી ગયો છે.
