
ભાવિક શાહ (સુરત બ્યુરો )


સુરત મહાનગર પાલિકા માં સિટી ઇજનેર અક્ષય પંડ્યા ને મ્યુ. કમિશનરે શો-કોઝ નોટિસ જાહેર કર્યા બાદ હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગમાં જવાબદારીના કેટલાક મહત્વના કામોથી પણ હટાવી દીધા…..
મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે રાજ પર પરત આવી ને માત્ર ઓફિસે સહી કરીને તાત્કાલિક ગાંધીનગર મીટીંગ માં જવા રવાના થયા હતા જેને લઈને મહાનગરપાલિકામાં તર્કવિતર્ક ચર્ચા શરૂ થઇ હતી …..
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે સિટી ઇજનેર અક્ષય પંડ્યાની વિરૂદ્ધ શો-કોઝ નોટિસ જાહેર કર્યા બાદ,શુક્વારે રાજ પર થી આવી ને તાત્કાલિક અસર થી હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગમાં તેમનાં જવાબદારીના કેટલાક મહત્વના કામો થી પણ હટાવી દીધા છે. તેમની જગ્યાએ અન્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનર શાલિની અગ્રવાલે બે વર્ષના કાર્યકાળમાં કુલ 9 અધિકારીઓ સામે વિવિધ કારખાંદીઓ માટે કાર્યવાહી કરી છે.
અક્ષય પંડ્યાને હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના કામકાજમાંથી દૂર કરવામાં આવ્યા, કારણ કે આ વિભાગ હેઠળ કરવામાં આવેલ કેટલાક વિવાદાસ્પદ કામો અને ખર્ચ પર પૂછપરછ ઊભી થઈ. ખાસ કરીને, “ગ્રીન ડિઝાઇન” પ્રોજેક્ટ માટે ચોથી બારાં વર્ષની અવધિમાં ₹7.99 કરોડની ફી ચૂકવવામાં આવી હતી, જેનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આ પડતર મુદ્દો બની ગયો. આ દરખાસ્તના ખર્ચ અને આયોજન વિશે અનેક સવાલો હતા. મહાનગરપાલિકા ના સિટી ઇજનેર વર્ય મર્યાદા નિવૃત્તિ હવે થૉડા મહિના બાકી છે ત્યારે અક્ષય પંડ્યાની કામગીરીમાં વિવાદ અને આકાર્યપદ્ધતિ પર શંકા લાગતી હતી…? તેમજ હાઇડ્રોલિક-ડ્રેનેજ વિભાગના કાર્યોમાં ફર્ક થી પસાર થતો ખર્ચ અને ફી આપવાના જટિલતા અંગે પ્રશ્નો પણ ઉભા થયા….?મહાનગરપાલીકા પ્રશ્નો ઉભા થયા હતા ….?
વિભાગ બદલવાનો ઓર્ડર
શુક્રવારે, કમિશનર શાલિની અગ્રવાલ સુરત પરત આવતાં જ આ વિભાગના બદલાવના ઓર્ડર પર ઝડપી સહી કરી ને સીધા ગાંધીનગર જવા નીકળ્યા હતા…? આ ઓર્ડર અગાઉથી જ તૈયાર કરી લેવાતા પગલાઓએ તેનો આધાર સ્પષ્ટ કર્યો. ઓર્ડર લાગુ થયા પછી, પંડ્યાના હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના કામકાજની જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ડેપ્યુટેશન) ડૉ. આર. એમ. પટેલને સોંપી દીધી છે.
સુરત મહાનગરપાલિકા ના કમિશનર શાલિની અગ્રવાલની કાર્યશૈલી અને આંતરિક વ્યવસ્થાપનમાં કડક શાસન માટે રાજ્ય ના બાયરોકેસીમા જાણીતા છે પરંતુ આ પ્રકારના અસામાન્ય પગલાંઓ અને સુધારા ઉપરાંત આગામી સુરતના બજેટ બેઠક જેવી મહત્ત્વની બેઠકમાં ફેરફારો પર સવાલો ઊભા થઈ રહ્યા છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલ બજેટ બેઠક રદ કરવામાં આવી હતી, અને આથી ચોથા દિવસે આ માટે બીલકુલ અલગ પગલાં લેવામાં આવ્યા હતા…..? હવે ડૉ. આર. એમ. પટેલ આઈ એ એસ કેડર ના આ હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગની જવાબદારી વહન કરશે, જયારે ડી. બી. મિસ્ત્રી ને વોટર રિસોર્સ અને રિક્રિએશન સેલ (બેરેજ, રિવરફ્રન્ટ)નું કામ અને એમ. ડી. ચાવડા ને દુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ની જવાબદારી સોંપી છે.
