
સૂરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 17 ઉમેદવારી પત્ર ભરાયાં.


સંગઠન પર્વ ૨૦૨૪ માં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “શ્રી કમલમ” બારડોલી ખાતે ચૂંટણી અધિકારી શ્રી ડો.જીવરાજભાઈ ચોહાણ , સહાયક ડો શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારીશ્રી કેતનભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ ની ઉપસ્થિત મા સુરત જિલ્લા પ્રમુખ પદ માટે 17જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી.કુલ. 17 ઉમેદવારી પત્ર ભરાયાં હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ,મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક,રાજેશભાઈ પટેલ,કિશનભાઇ પટેલ, તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લા પ્રમુખની જાહેરાત 8 તારીખ સુધીમાં શક્યતા
પ્રદેશ અધ્યક્ષ ના નામની જાહેરાત 14 થી 15 જાન્યુઆરી સુધીમાં થવાની શક્યતા
જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ ના નામની 18 થી 24 જાન્યુઆરી સુધીમાં નામ જાહેર થાય એવી શક્યતા
