
ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )


રાજ્યમાં ટ્રાફિક પોલીસ દંડ વસૂલે એ પહેલા આટલું ચેક કરવાનું ભૂલતા નહિ…. ? કાયદો પ્રજાને છેતરાવાથી બચાવી લેશે…?
રાજ્યમાં કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મીને વાહનની ચાવી નીકાળવા કે ટાયરની હવા નીકાળવાનો અધિકાર નથી……?
નવી દિલ્હીઃરાજ્યમાં વાઘતા જતા ટ્રાફિક ને ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે…..?પરંતુ રાજ્યમાં તરફીક પોલીસ બાબતે વઘતી જતી ફરિયાદ ઉઠવા માડી છે …? પોલીસ વાહનોને તપાસ માટે રોકી શકે છે. નિયમનું ઉલંલઘન કરવા પર દંડ પણ વસૂલી શકે છે અને વાહનને ઈમ્પાઉન્ડ પણ કરી શકે છે. યાતાયાત વ્યવસ્થા જાળવી રાખવા માટે વાહન ચાલકો પાસેથી નિયમોનું પાલન કરાવવા માટે આ બધુ જરૂરી છે. ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસકર્મી કેટલાક એવા કામ પણ કરે છે, જેની કાયદો તેમને પરવાનગી આપતો નથી. જબરદસ્તી ગાડીની ચાવી નીકાળી લેવી કે પછી ટાયરોની હવા નીકાળી દેવી, ટ્રાફિક પોલીસકર્મીઓ માટે સામાન્ય વાત બની રહ્યું છે …? પરંતુ, શું ટ્રાફિક પોલીસ પાસે આમ કરવાનો અધિકાર છે….? કાયદાના અનુસાર, તેનો જવાબ ‘ના’ હોય શકે ….?
કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મીને વાહનની ચાવી નીકાળવા કે ટાયરની હવા નીકાળવાનો અધિકાર નથી. તે તમને તમારું ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન પેપર, ઈન્શ્યોરન્સ અને પ્રદૂષણ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજ બતાવવા માટે કહી શકે છે. જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી આમ કરે છે, તો તે કાયદાનું ઉલ્લંઘન છે અને તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. પરંતુ, હજુ પણ લોકો જાણકારીના અભાવમાં આ મનમાનીઓ સહન કરે છે
શું કહે છે કાયદો?- ભારતીય મોટર વાહન અધિનિયમ 1932 હેઠળ, માત્ર આસિસ્ટેન્ટ સબ ઈન્સ્પેક્ટર રેન્ક કે તેનાથી ઉપરનો અધિકારી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ જારી કરી શકાય છે. ASI, સબ-ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટર જ આ સમયે દંડ લગાવી શકે છે. ટ્રાફિક કોન્સ્ટેબલ કે હોમગાર્ડને ગાડીનું ચલણ કાપવાનો અધિકાર નથી. ગાડીની RC ન હોવા પર વાહનને જપ્ત કરવામાં આવી શકે છે, પરંતુ જબરદસ્તી ચાવી છિનવી લેવી કે હવા નીકાળવાની પરવાનગી કોઈ કાયદા હેઠળ મળતી નથી……?
ચલણ માટેના મહત્વના નિયમ- ટ્રાફિક પોલીસકર્મી તમારા પર ત્યારે જ દંડ લગાવી શકે છે, જ્યારે તેની પાસે ચલણ બુક કે ઈ-ચલણ મશીન હોય. આમાંથી કોઈ પણ વસ્તુના અભાવમાં તે ચલણના નામ પર દંડ વસૂલી શકતો નથી…….? ટ્રાફિક પોલીસના કર્મચારીએ પણ યુનિફોર્મમાં હોવું જરૂરી છે……? જો ટ્રાફિક પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો ડ્રાઈવરને તેમનું આઈડી કાર્ડ બતાવવા માટે પણ કહી શકાય…..? નવા વર્ષ માં રાજ્ય સરકાર રાજ્ય ની પ્રજાને વાહન ચલાવતા કોઈ પોલીસ નો ભોગ નહિ બને તેમાટે જન જાગૃત અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ટ્રાફિક પોલીસ કે કોઈ પોલીસ કર્મી વાહન ચાલક ને મેમો કે ચલણ આપતા પેહલા જરૂરી દસ્તાવેજ ચકસવાનું જાણ્યું છે …?જેથી ટ્રાફિક પોલીસ અને પ્રજા વચ્ચે કોઈ સંઘર્ષ ન થઇ જે બાબતે રાજ્ય સરકાર જન જાગૃત અભિયાન શરૂ કરી રહ્યું છે ……?આ બાબતે ગુહ મંત્રી પણ જનજગુત અભિયાન લઈને પોતાના ગુહ મંત્રાલયમાં અધીકારી સાથે પરામર્શ કરવમાં આવ્યું છે ……?
