
અમદાવાદ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ માં ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.સુનિલ સોનવણે ને સી ઈ ઓ ઓફ ઘ યર થી સન્માનિત કરાયા…
અમદાવાદ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ માં ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.સુનિલ સોનવણે ને સી ઈ ઓ ઓફ ઘ યર થી સન્માનિત કરાય
અમદાવાદ ના બોડકદેવ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ તારીખ 12-12, 2024 ના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીવી કલાકાર મુનમુન દત્તા અને સ્વીફ્ટ એન્ડ લિફ્ટ ના ફાઉન્ડર અને સીઇઓ નિલેશ સાબે દ્વારા બીએસપી ન્યુઝ એન્ડ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ ના ફાઉન્ડર અને સીઈઓ ડૉ.સુનિલ ગુલાબ સોનવણે ને બેસ્ટ સીઈઓ ઓફ ધ ઈયર થી સન્માનિત કરવામાં આવ્યા.


પત્રકાર એટલે જર્નાલિસ્ટ. આ શબ્દ પત્રકારત્વ અને જર્નાલિઝમ પરથી જ આવ્યા છે. સત્યનો પહરી એટલે પત્રકાર એવું કહી શકાય. પત્રકાર એટલે સમાજનો પહેરેદાર. પત્રકાર એટલે ન્યાયને રક્ષક. શિક્ષકોનો પણ શિક્ષક, વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર. પત્રકારોને દ્વાપરયુગના નારદ અને મહાભારતકાળના સંજય તથા કળિયુગના આચાર્ય, ચારણ, બારોટ પણ કહેવાયા છે. વિદ્વાનોથી લઈ સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગઅલગ અર્થ, વ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે. સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે. ખબરપત્રી પણ કહેવાય છે. એક સમયે તેઓ વાક્ય નવીસ, ખૂફિયા નવીસ, ખેપિયા અને ગુપ્તચર પણ કહેવાતા. જે સમાચાર બનાવે છે, જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે જેની પાસે પત્રકારત્વના શિક્ષણની ડિગ્રી છે, જે પત્રકારત્વનો વ્યવસાય કરે છે તે પત્રકાર છે એવું સીધી સરળ ભાષામાં કહી શકાય. લખી, બોલી, ફોટો પાડી કે ચિત્ર દોરી કે પછી હાવભાવ દ્વારા સૂચના એટલે કે સમાચારની આપ-લે કરનાર તંત્રી, સંપાદક, ફોટોગ્રાફર, કેમેરામેન, કાર્ટૂનિસ્ટ પણ પત્રકાર કહી શકાય. પ્રેસ સાથે જોડાયેલ પ્રેસમેન અને મીડિયા સાથે જોડાયેલ મીડિયામેન છે, જર્નાલિસ્ટ છે. એકલી અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર ન કહી શકાય. પ્રિન્ટ ઉપરાંત ડિજીટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે. કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કે કોઈ ન્યૂઝ વેબસાઈટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો-દૂરદર્શન અથવા ખાનગી ચેનલના સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય. પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે, બહુ આયામી છે. તેને સારાંશમાં કહી ન શકાય કે સુંકુચિતતાથી જોઈ ન શકાય. પત્રકારએ પત્રકારત્વનો આત્મા છે, સમાચારના આંખ, મોઢું અને નાક પત્રકાર છે. સમાચાર જેમાં પ્રસિદ્ધ-પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે. અને પત્રકારત્વ શું છે? પત્રકારત્વ ચોથી જાગીર છે.
ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો તેમના ન્યુઝ નું બહુમાન કરે છે
અને વધુમાં પત્રકાર જગતમાં એમના ત્રણ ન્યુઝ પેપર અને બીએચપી ન્યુઝ youtube ચેનલ ચાલે છે ભારતીય હિતરક્ષક પત્રિકા સાપ્તાહિક પેપર, રાષ્ટ્રપ્રિય માસિક મેગેઝીન, સનાતન ભારત હિન્દી સાપ્તાહિક પેપર ચાલે છે. એસોશિયન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી પત્રકારો માટે ઘણા બધા એમના હિત માટેના કાર્યો પણ કરતા આવ્યા છે.
