
સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મીની મેરેથોન દોડ :રેન્જ આઈ. જી પ્રેમકુમાર સીંગ સુરત થી સાયકલ પર ફિટ ઇન્ડિયાના નારા સાથે બારડોલી પોહ્ચ્યા : 15 હજારથી વધુ યુવાનો અને એન. આર. આઈ અને પોલીસ જવાનો પણ જોડાયા.


વાત કરીએ મીની મેરેથોન દોડ ની….સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મેની મેરેથોન દોડ નું આયોજન કર્યું હતું. 10 કી. મી, 5 કી. મી અને 3 કી. મીની દોડ નું આયોજન કરાયું હતું જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15 હજારથી વધુ યુવાનો જોડાયા હતા
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા નું સૂત્ર આપ્યું હતું. દેશના યુવાનો વ્યશન મુક્ત રહી ફિટ રહે તો દેશ ફિટ રહેશે. ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ.. નો વ્યસન ના નારા સાથે મીની મેરાથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસ અને રાજનેતા ઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા
મીની મેરેથોન દોડ માં યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. યુવાનો, પોલીસ કર્મીઓ પણ મેરેથોન દોડમાં દોડ્યા હતા. ઠંડી ના ચમકારા ની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા.બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. જોકે મેરાથોન દોડ બાદ સંગીતના સૂરો વચ્ચે યુવાનો મનમૂકી ઝૂમી ઉઠ્યા હતા.
65 વર્ષીય એન. આર. આઈ અતુલકુમાર પણ ઉત્સાહ ભેર દોડ માં ભાગ લીધો હતો. યુવાનો ને વ્યશન મુક્ત રહી ફિટ રહેવા અપીલ પણ કરી હતી. જોકે સૌથી વધુ દયાન રેન્જ આઈ. જી પ્રેમવીર સિંહે ખેચ્યું હતું. કેમકે તેઓ સુરત થી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સ ના સૂત્રો સાથે બારડોલી પોહચી ફ્લેટ બતાવી દોડ ની શરૂઆત કરાવી હતી
