
ભાવિક શાહ (સુરત બ્યુરો )


લો હવે… રેલ્વે પોલીસે પોતાનો દબદબો બનાવ્યો…..!
ગુજરાતમાં શહેર અને જિલ્લામાં થતા મહત્ત્વના ગુના ઉકેલવામાં રેલ્વે પોલીસની ભૂમિકાઃ ડો રાજકુમાર પાડીયન
ગુજરાત માં રેલવેના બરોડા અને અમદાવાદ ડિવિઝનના એસપી બલરામ મીના અને સરોજકુમારીની રેલ્વેની ખરડાયેલી છબી સુધારવામાં મહત્ત્વનો રોલ બજાવ્યો જેના કારણે આજે ગુજરાતમાં સૌૈથી મોટુ મોબાઈલ ચોરી કે લૂટના ગુના ઉકેવામાં બીજાે નંબર પ્રાપ્ત કર્યોઃ મહત્ત્વના ગુના આચરી ભાગતા ગુનેગારને રેલ્વે પોલીસે ચાલુ ટ્રેન અને સ્ટેશન પરથી પકડીને શહેર અને જિલ્લાને આપ્યા જેનો એક રેકોડ થયો
.હાલમાં જ વલસાડ જિલ્લાના પારડી એક યુવતી પર બળાત્કાર અને હત્યા પ્રકરણમાં સિરિયલ કિલરને વાપી પોલીસે સ્ટેશન પરથી વિકલાંગને ઝડપી પાડી દેશમાં છ થી વધુ મહિલાઓની બળાત્કાર સાથે હત્યા કરનાર કબૂલાતથી હાહાકાર મચ્યો
સુરત તા.૭ ગુજરાતમાં રેલ્વેમાં પોલીસમાં નોકરી કરવી એક સજા રૂપ હતી…? પરંતુ નિષ્ઠા અને કર્તવ્યને અધિકારી પોતાનો ધર્મ બનાવ્યો હોય છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મહત્વના ગુના ઉકેલવામાં રેલ્વે પોલીસનો મુખ્ય રોલ બજાવતા હોવાનો ફલિત થયો છે. જેની પાછળ એડીશનલ ડીજીપી અને એસપી લેવલના અધિકારીઓએ પોતાના રેલ્વને અન્ય પોલીસ સ્ટેશનને અને જિલ્લા કરતા શકિતશાળી બનાવ્યા છે. જેની પાછળ અલગ અલગ જીલ્લાઓમાં ગુનાઓને અંજામ આપીને ફરાર થતા ગુનેગારોને માત્ર દૂર્ધાળા ફોટાઓ લઈને આજે મહત્તવના ગુનાઓ પૈકી હત્યા, બળાત્કાર, તેમજ લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ રેલ્વેમાંથી ઝડપી પાડીને જે તે જિલ્લા અને શહેરની પોલીસને સોપી દેવાનો ગુજરાતમાં રેલ્વે પોલીસે એક કિર્તીમાન બનાવ્યો છે. જેમાં હાલમાં જ વલસાડ જિલ્લામાં પારડીમાં એક યુવતી પર બળાત્કાર કરી હત્યા પ્રકરણમાં દેશની અંદર હાહાકર મચાવી નાખનાર સિલીયર કિલર દિવ્યાંક યુવકને ઝડપી પાડવામાં સફળ થઈ હતી.
ગુજરાતમાં છેલ્લા કેલાક વર્ષોથી રેલ્વેમાં કેટલાક કિલોમીટરનું હોવા છતાં પણ રેલ્વે પોલીસમાં નોકરી માટે કોઈ તૈયાર થતુ ન હતું અને ગુજરાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સજા રૂપે ગુજરાતની રેલ્વેના બે ભાગ પૈકી એક બરોડા ડિવિઝન અને અમદાવાદા ડિવિઝન ભાગ પાડવામાં આવ્યા છે. છેલ્લા વર્ષોથી રેલ્વે પોલીસ પાસે રેલ્વેમાં થતા લૂંટ ચોરી બાબતે ફરિયાદ આપતા પણ હચકાત હતા. પરંતુ હવે એવું નથી રહ્યું જેની પાછળ ગુજરાત રાજ્યાના એડીશનલ ડીજીપી અને રેલ્વેના ડીજીપી તરીકે ઓળખાતા ડાॅ. રાજકુમાર પાંડીયન અને રેલ્વેના રેન્જ આજી મેડમ રાઠોડ સાથે બે એસીપી બલરામ મીના અને સરોજકુમારીએ રેલ્વેને એક નવી ઓળખાણ આપી છે. આજે ગુજરાતમાં મોટા ભાગે ગુનાઓ થતા હોય અને ગુના આચરીને ગુનેગાર મોટે ભાગે ભારતીય રેલમાં ભાગતા હોય છે. સાથે સાથે મુસાફરોના માલસામાન અને જરૂરી ચીજવસ્તુની ચોરી તેમજ લૂંટના બનાવ સાથે અન્ય ગુના અટકવામાં માટે પણ આ અધિકારીઓ પોતાની ક્રાયશૈલી ના લીધે રેલ્વે પોલીસનું ગુજરાત પોલીસમાં એક અલગ નામ ઉભુ થયું છે. આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય કે પછી કોઈ પણ શહેરમાં હોય ઘટના બની હોય ત્યાર પછી માત્ર સોશિયલ મિડિયના માધ્યમથી જાણકારી માળતા જ રેલ્વે પોલીસ સ્ટેશન પર હોય કે રેલ્વમાં પેટ્રોલીંગ કરતી હોય તો એકશનમાં આવી જતી હોય છે.
ગુજરાત રેલ્વે પોલીસમાં જ્યારથી બે અધિકારીઓને બલરામ મીના અને સરોજકુમારીએ અલગ અલગ શૈલીઓમાં ગુનેગારોને પકડી પાડીને જીલ્લાઓમા અને શહેરમાં આપી દીધા છે. સાથે સાથે રેલ્વે પોલીસે મોબાઈલ ચોરીમાં આખા ગુજરાતમાં સૌથી વધારે ડીટેક્શન કરીને એક કિર્તીમાન સ્થાપીત કર્યો છે. સાથે સાથે રેલ્વેમાં એવા ગુના પણ ઉકેલવામાં જેની ગુચ અન્ય શહેર અને જિલ્લાની પોલીસ પણ ઉકેલી શકી નથી જેની ગુચ રેલ્વે પોલીસે ઉકેલી નાંખી છે. રેલ્વી પેલીસે પોતાની અન્ય છબી ઉભી કરી છે.
પશ્ચિમ રેલ્વેમાં અમદાવા અને બરોડા ડિવિઝનના બંન્ને એસપી દ્વારા કરાઈના ડિટેક્શનની ટકાવારી જાેવામાં આવે તો ગુજરાતના અન્ય જિલ્લા અને શહેર કરતા વધુ દેખાય, હાલમાં જ રેલ્વે પોલીસે ભારતમાં ચકચાર માચાવી દેવી એવી ઘટના પરથી પરડો ઉથાવવામાં ફાળો રેલ્વે પોલસનો રહ્યો હતો. જેમાં પારડી ખાતે એક યુવતીની રેપ વીથ હત્યા પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસને કોઈ દિશા મળી ન હતી. જ્યારે રેન્જ આઈજીનો ચાર્જ સંભાળતા સીબીઆઈ માંથી આવેલા સુરત ક્રાઈમના સંયુક્ત કમિશ્નર રાધેન્દ્ર વત્શ, વલસાડ એસપી ડાॅ. વાઘેલાને કેટલીક જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે જે ફોટો વાપી સ્ટેશનથી મળ્યો હતો તે ફોટો આધારે આજે દેશમાં હાકાર મચાવી દેય તેવો સિરિયલ કિલર વિકલાંગ યુવકને વાપી રેલ્વે પોલીસે જ પકડી પાડ્યો હતો અને જેની પુછપચ્છમાં છ થી વધુ રેપ વ્થી હત્યાના ગુના આચર્યા હોવાનું કબ્લુય હતુ. તેમજ સુરત જિલ્લામાં એક તરૂણીને તેના મિત્ર સાથે ગરબા રમી પરત ફરતા ત્યારે ત્રણ યુવકોઓએ પાસવી બળાત્કાર કરી ફરાર થઈ ગયા હતા. જેમાં પણ આરોપીને રેલ્વે પોલીસે ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો. સાથે સાથે હત્યાના ગુનાઓમાં ભગાત ફરતાં ટ્રેનમાં પેટ્રોલીંગ કરતી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો છે. આ બાબતે રેલ્વેમાં એસલીબી અને એસઓજી પી.આઈ. ઓની હાલમાં મહેનત રંગ લાવી રહી છે.
રેલ્વે પોલીસે રેલ્વેમાં સ્ટેશન ટુ સ્ટેશન ફેરિયાઓના અને રેલ્વેના પેન્ટ્રીકારના વેટર અને મેનેજરો રેલ્વે નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જેને કારણે આજે ઘણા ગંભીર ગુનાઓ ઉકલેવમાં મહત્ત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.
