
ભાવિક શાહ (સુરત બ્યુરો )


ચોક બજારના સુમન મંગલ આવાસમાં બનાવ
રસોઈ બનાવવા નહીં શીખતી 18 વર્ષીય પુત્રીની હત્યા કરતો પિતા
18 વર્ષે પુત્રી હેતલ પરમારની હત્યા કરનાર મુકેશ પરમાર ની ધરપકડ કરતા ચોક બજાર ના સિનિયર પીઆઇ વિશાલ વાઘોડિયા
છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરમાં નજવી બાબતે હત્યા ના બનાવો આમ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યા બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં બનવા પામ્યો છે જેમાં પિતાએ પુત્રી રસોઈ બનાવતા શીખતી નહીં હોવાના રહીને કુકરથી 18 વર્ષીય પુત્રી પર માથાના ભાગે હુમલો કરતા ગંભીર થઈ હતી સારવાર વખતે હોસ્પિટલમાં ખસતા ત્યાં સારવાર મોડી રાતે મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પુત્રીને હત્યા કરનાર પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં પોતાના પરિવાર સાથે રહેતા મુકેશ પરમાર રહે છે તેમની પત્ની ગીતાબેન અને બે પુત્રી અને બે પુત્ર સાથે રહે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી 18 વર્ષીય પુત્રી હેતાલી બેન પરમાર ને રસોઈમાં માતા સાથે મદદ કરવાનું કહ્યું હતું અને રસોઈ બનાવવાનો શીખવાનો પિતા મુકેશભાઈ અને માતા ગીતાબેન કહેતા હતા ગત ગુરુવારે બપોરે 1:00 વાગે પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે તેના પિતા મુકેશ પરમાર એ હેતાલી બેનને રસોઈ બનાવો બાબતે ઠપકો આપ્યો હતો અને હેતાલીબેન સાથે પિતા મુકેશ પરમાર સાથે માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાઈ જઈને મુકેશ પરમાર એ રસોડા માંથી કૂકર લાવીને પરિવારના સભ્યો ઘરમાં બેઠા હતા પત્ની ગીતાબેન અને અન્ય સભ્યો વિચારે એ પહેલાં જ હેતાલીબેન ના માથા ઉપર કુકરથી પ્રહાર કર્યો હતો જેમાં હેતાલી બેનને માથાના ભાગે ગંભીર પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસ જાણ થતા તેમને તાત્કાલિક ફરિયાદ લીધી હતી અને સારવાર દરમિયાન હેતાલી બેન મુકેશ પરમાર મોડી રાતે મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પુત્રીની હત્યા કરનાર પિતા મુકેશ પરમાર ની સત્તાવાર રીતે મોડી રાતે ધરપકડ ચોક બજાર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વિશાલ વાઘોડિયા એ કરીને વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે…
