
મધર ઈન્ડીયા ડેમ માં મરામત ન ટૂંકાગાળામાં ગાબડાં ખરતા લોકોમાં આક્રોશ


મહુવા તાલુકા ઉમરા ખાતે અંબિકા નદી પરના સુપ્રસિદ્ધ મધર ઇન્ડિયા ડેમ પર કરવામાં આવેલ મરામત ના ગાબડાં નીકળી જતા સ્થાનિકો માં તપાસ ની માંગ ઉઠવા પામી છે.
મહુવા તાલુકાના અંબિકા નદી પર આવેલ સુપ્રસિદ્ધ મધર ઇન્ડિયા ડેમ વર્ષો થી અડીખમ છે .થોડા સમય પૂર્વે આ ડેમ પર લાખો રૂપિયાના ખર્ચે મરામત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ટૂંકા સમયગાળા દરમિયાન જ ધૂળ પર લીંપણ કરવામાં આવ્યું હોય આ ડેમ પર સ્લેબ ના ગાબડાં ખરવા લાગતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અને આ બાબતે તપાસની માંગ કરવામાં આવી રહી છે.
મધર ઈન્ડીયા ડેમ આ વિસ્તારની જનતા માટે જીવાદોરી સમાન છે તો લોકોની લાગણી સાથે જોડાયેલ છે.ત્યારે આ ડેમ ના ગાબડાં બહાર આવતા જ લોકો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે એ માંગ કરી રહ્યા છે.
