Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તુલસી વિવાહના રોજ 29 માં સમુહ વિવાહની તડામાર તૈયારીઓ વલથાણ ખાતે ચાલી રહી છે.

કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તુલસી વિવાહના રોજ 29 માં સમુહ વિવાહની તડામાર તૈયારીઓ વલથાણ ખાતે ચાલી રહી છે.

કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા 29 મો સમૂહ વિવાહ નું આયોજન 12 નવેમ્બર તુલસી વિવાહ નાં રોજ વલથાણ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કુલ 24 યુગલો પ્રભુતામાં એક માંડવે પગલાં પાડશે આ લગ્ન સાથે આરોગ્ય નો કેમ્પ કિરણ હોસ્પિટલ દ્વારા અને રક્તદાન કેમ્પ તેમજ ઓર્ગન ડોનેશન ની પ્રેરણા માટે નું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં દરેક કન્યા ને ગૃહ જીવન નાં તમામ ઉપયોગી સાધન સાથે 500 ગ્રામ ભગવાન લક્ષ્મી નારાયણ ની મૂર્તિ અને 12 ગ્રામ નો સોનાનો દાગીનો અર્પણ કરવામાં આવશે તેમજ દરેક વરરાજા ને તલવાર અર્પણ કરવામાં આવેલ છે અને હિન્દુ પરંપરા મુજબ તેઓ તે ધારણ કરી ને લગ્ન મંડપ માં પધારશે ભારતીય સંસ્કૃતિ અનુસાર વરરાજા કપાળે ભવ્ય તિલક અને દાઢી વિના લગ્ન મંડપ માં આગમન કરશે ત્યારે સુંદર વેશ પરિધાન માં આયોજક એક સરખા ડ્રેસ પરિધાન કરી તેઓ નું સ્વાગત કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેની એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement