Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

રાહુલ ગાંધીનું સાંસદ પદ ખતમ થતાં ખાલી થયેલી વાયનાડ સીટ પર પેટાચૂંટણી કરાવશે ચૂંટણી પંચ? જાણો શું છે નિયમ અને કાયદા

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા અયોગ્ય ગણાવ્યા બાદ શુક્રવારે કેરલની વાયનાડ સંસદીય સીટને ખાલી જાહેર કરી દેવામાં આવી છે. આ સીટ પરથી રાહુલ ગાંધી ચૂંટાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સૌની નજર ચૂંટણી પંચ પર જઈને મંડાઈ છે. માનવામા આવી રહ્યું છે કે, પંચ આ સંસદીય સીટ પર આગામી છ મહિનાની અંદર ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે.

લોકસભા સચિવાલયના નોટિફિકેશન અનુસાર, કેરલની વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને સૂરતની એક કોર્ટ દ્વારા વર્ષ 2019ના માનહાનિ કેસમાં સજા સંભળાવ્યા બાદ શુક્રવારે લોકસભાનું સભ્યપદ ખતમ થઈ ગયું હતું. માનહાનિ કેસમાં કોર્ટ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે.

આ પણ વાંચો: 
ટાટા બાય-બાય ખતમ: ફટાફટ ઉપરી અદાલતમાં રાહુલ ગાંધીએ જવું પડશે, નહીંતર આવશે મોટી મુશ્કેલી

શું છે નિયમ

હકીકતમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 151એ અંતર્ગત ચૂંટણી પંચને સંસદ અને વિધાનસભાઓમાં ખાલી સીટો પર ખાલી જગ્યાને 6 મહિનાની અંદર પેટાચૂંટણી કરવાનો અધિકાર છે. જો કે, તમાં એક શરત એ પણ છે કે, નવનિર્વાચિત સભ્ય માટે એક વર્ષ અથવા તેનાથી વધારે સમય બાકી હોય.

અહીં રાહુલ ગાંધીની અયોગ્યતા બાદ વાયનાડ સીટ 23 માર્ચે ખાલી થઈ ગઈ હતી. ત્યારે આવા સમયે કલમ 151 એ અંતર્ગત ચૂંટણી પંચ માટે 22 સપ્ટેમ્બર, 2023 સુધી આ ચૂંટણી વિસ્તારમાં પેટાચૂંટણી કરાવવી ફરજિયાત છે. અહીં 17મી લોકસભાનો કાર્યકાળ પુરો થવામાં હજૂ એક વર્ષ કરતા પણ વધારે સમય બાકી છે. ત્યારે આવા સમયે પેટાચૂંટણી થશે. ભલે નિર્વાચિત સાંસદને નાનો કાર્યકાળ મળે.

પેટાચૂંટણી કરાવવા માટે કોકડું ગૂંચવાયેલું છે

અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ચૂંટણી પંચને વાયનાડ પેટાચૂંટણીની યોજનાને વિરામ આપવો પડી શકે છે અને જો તેની જાહેરાત કરે છે તો, ચૂંટણી પ્રક્રિયા પુરી થતા પહેલા કોર્ટ દ્વારા દોષસિદ્ધિ પર રોક લગાવાની સ્થિતીમાં મતદાનને રદ કરવું પડે શકે છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

આ અગાઉ લક્ષદ્રિપથી એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલની અયોગ્યતા હાલના કિસ્સામાં જોઈ શકાય છે. ફૈઝલને કોર્ટે હત્યાના પ્રયાસમાં 11 જાન્યુઆરી 2023ના રોજ દોષિત ઠેરવ્યા, જેનાથી તેઓની લોકસભા સદસ્યતા જતી રહી. ચૂંટણી પંચે તુરંત આ સીટ પર પેટાચૂંટણી કરાવાની જાહેરાત પણ કરી દીધી. જો કે, કેરલ હાઈકોર્ટે તેમની દોષ સિદ્ધિ પર રોક લગાવી દીધી હતી, જે બાદ આયોગે પણ ચૂંટણી નોટિફિકેશન ટાળવું પડ્યું હતું.

જો કે અહીં એક રસપ્રદ વાત એ છે કે, કેરલ હાઈકોર્ટમાંથી મળેલી રાહત બાદ ફૈઝલની લોકસભા સદસ્યતા ભલે પાછી મળી ગઈ હોય, પણ તેઓ સદનની કાર્યવાહીમાં હજૂ પણ ભાગ લઈ શકતા નથી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement