
ભાવિક શાહ (સુરત બ્યુરો )


ગુજરાતમાં દશેરાએ ફાફડા – જલેબીનો સ્વા૧દ મોંઘવારીના કારણે ફિક્કો લાગશે…?
મોંઘવારીનો માર…તેલ, બેસન અને ખાંડના ભાવ ઉછળતા ઉજવણી મોંઘી થશે ફાફડા ૪૪૦ થી ૫૦૦ રૂપિયે કિલો અને જલેબીનો રૂ.૩૦૦ થી વધુનો ભાવ થતાં ઓર્ડર ઘટયા…..?
સુરત, : આ વખતે દશેરાની પરંપરાગત ઉજવણીને પણ મોથવારી નડશે. આ વર્ષે સુરતીઓને ફાફડા-જલેબીના સ્વાશદનો ચટાકો મોંઘો પડશે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેલ, બેસન, અજમો અને ખાંડ સહિતની અન્ય સામગ્રીના ભાવ તબક્કાવાર વધારો સાથે કારીગરોની મજૂરી પણ વધતાં દશેરાના દિવસનો બનેલો રિવાજ એ ફાફડા- જલેબીના ભાવમાં પણ ઘરખમ વધારો જોવા મળશે….?
ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા વર્ષોથી છે. ઘણી ફરસાણની દુકાનોમાં હમણાંથી ફાફડાનો સ્ટોનક કરવાનો શરૂ કરી દેવાયો છે. જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ભાવ વધારાને લીધે સુરતીઓને ફાફડાના ભાવ દઝાડશે ને જલેબીનો સ્વા.દ ફિક્કો લાગશે. ગોપીપુરામાં ફરસાણની દુકાન ધરાવતા ગિરીશ પટેલે જણાવ્યુંન હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન ફાફડા-જલેબી બનાવવા વપરાતી તમામ સામગ્રીના ભાવ તબક્કાવાર વધી ચૂકયા છે. ફાફડા બનાવવા મોટે ભાગે કપાસિયા તેલનો ઉપયોગ થાય છે. ગત વર્ષે તેલના ૧૫ કિલોના ડબ્બારનો ભાવ રૂ. 1900થી 2500 જેટલો હતો. તેનો ભાવ આ વર્ષે રૂ. ૨૨૦૦થી ૨૩૦૦ સુધી પહોંચી ગયો છે. એ જ રીતે ગત વર્ષે બેસનના લોટની ૫૦ કિલોની ગુણનો ભાવ રૂ. ૩૫૦૦ જેટલો હતો. આ વર્ષે બેસનના લોટની ૫૦ કિલોની રૂ. ૫૦૦૦ના આસપાસ મળી રહી છે. ખાંડની ગૂણમાં પણ રૂ. ૨૦૦ જેટલો વધારો થયો છે. વેપારીઓનું એમ પણ કહેવું છે કે, ઈધણના ભાવમાં
વધારો થવા સાથે કારીગરોની મજૂરી પણ વધી છે. ગત વર્ષે જે કારીગરોને -તિદિન રૂ. 700 નો પગાર અપાતો હતો તે કારીગરોને આ વર્ષે રૂ. ૧,૦૦૦ સુધીનો પગાર આપવો પડી રહ્યો છે. આમ, એક પછી એક તમામ ચીજવસ્તુવના ભાવ વધ્યાહ હોય આ વર્ષે ફાફડા- જલેબી મોંઘી વેચાશે. ગત વર્ષે ફાફડા ૪૦૦ રૂપિયે કિલો વેચાયા હતા, તેનો ભાવ આ વર્ષે રૂ. ૪૪૦થી ૫૦૦ સુધીનો રહેશે. જ્યા રે ગત વર્ષે કિલોના રૂ. ૨૬૦ના ભાવથી વેચાયેલી જલેબી આ વર્ષે ૩૦૦ રૂપિયા સુધીના ભાવથી વેચવામાં આવશે. ગુણવત્તામાં બાંધછોડ નહીં કરનારા દુકાનદાર બજારભાવ મુજબની કિંમત લેતા હોય છે.
સુરતમાં હવે રૂ.૩૦ થી ઓછાનો નાસ્તોે મળતો નથી…?
સુરતના કોટ વિસ્તાર માં વાડી ફળીયા ચકાવાળી શેરી ના નાકે ઘઘૉ કરતા વેપારી કરણ પ્રવીણ રાણાએ જણાવ્યું હતું કે ફરસાણ બનાવવામાં વપરાતી ચીજવસ્તુોના ભાવ સતત વધી રહ્યા છે. જેને લીધે ફરસાણના ભાવ પણ વધી ગયા છે. એક સમયે ફરસાણની દુકાનો પર પાંચ-દસ રૂપિયામાં નાસ્તોન મળી જતો હતો. સમય જતા આ ભાવ રૂ. ૨૦ સુધી પહોંચ્યો હતો. ત્યાળરબાદ હવે ફરસાણની દુકાનો પર રૂ. ૩૦થી ઓછાનો નાસ્તો મળતો નથી. ઘણી જગ્યાચએ રૂ. ૩૦ ઓછો નાસ્તોર મળશે નહીં એવા પોસ્ટૂર પણ લગાડવામાં આવે છે….?
