
બારડોલીના પાટીદારજીન ખાતે ગણેશ ઉત્સવ સમિતિની મિટિંગ મળી હતી. જે મળેલી મિટિંગમાં નગરના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ગણેશ વિસર્જનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે તેવી પહેલ કરવામાં આવી હતી.


બારડોલીને ગણેશોત્સવ હોય કે પછી રામનવમી હોય સાથેજ અન્ય તહેવારોને લઈ વર્ષોથી સંવેદન શીલ વિસ્તાર તરીકે વહીવટીતંત્ર દ્વારા ગણવામાં આવે છે. ત્યારે થોડા દિવસો બાદ બાપાનું વિસર્જન કરવામાં આવનાર છે. જે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે જેથી બારડોલીને સંવેદન શીલ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તેવી સમિતિના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ બારડોલીમાં ગણેશ વિસર્જનનો રૂટ કોઈ બદલવામાં આવ્યો નથી. સાથે જ વહીવટીતંત્રને સાથ સહકાર આપી વિસર્જન યાત્રા કાઢવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. હિંદુઓમાં એકતા તૂટતી નથી પરંતુ ગણેશોત્સવને લઈ હિંદુઓ ઉત્સાહ વધી રહ્યો છે. ત્યારે અન્ય મંડળો સાથે સરખામણી કે ઈર્ષ્યા કરવી ન જોઈએ તેવું જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું. બારડોલી નગરમાં કોઈ મંડળ દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરવામા આવ્યું હોય અને વિસર્જન માટે તકલીફ પડે તો તાલુકાના રૂવા ભરમપોર ગામે તળાવમાં વિસર્જનની સગવડ પણ હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું.
મળેલી મિટિંગમાં સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક, નગર ભાજપ મહામંત્રી સુરેન્દ્રસિંહ પરમાર, રાકેશભાઈ ગાંધી, જીતેન્દ્રસિંહ વાસીયા, શ્રીકાંતજી
