
કેન એકેડેમી દ્વારા 24મું તાયક્વોન્ડો ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. બારડોલી ના સિનિયર સીટીઝન હોલ ખાતે કરાયું હતું આયોજન.


સુરત જિલ્લા ના બારડોલી ખાતે કેન એકેડેમી દ્વારા 24મું તાયક્વોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આજ રોજ બારડોલી ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપ માં વિવિધ જિલ્લાના 400 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને તેમની કુશળતા અને મહેનત ના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધા ની શરૂઆત ગુજરાત સ્ટેટ આઈટીએફ taekwondo એસોસિએશન ના પ્રેસિડેન્ટ સ્વાતિ ઠાકર દ્વારા થઈ હતી. ચેમ્પિયનશિપમાં ખેલાડીઓએ તાયક્વોન્ડોના વિવિધ કેટેગરીઝમાં સ્પર્ધા કરી હતી.
ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતવીરતા, શિસ્ત અને સંગઠનાત્મક કુશળતાનું પ્રદર્શન કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ચેમ્પિયનશિપમાં પ્રસિદ્ધ તાયક્વોન્ડો માસ્ટર્સ અને નિષ્ણાત નિર્ણાયકો એ ભાગ લીધો હતો. જેમણે તમામ રમતગમતની સ્પર્ધાઓનું ન્યાયાનુકુલ નિરિક્ષણ કર્યું હતું . આ સમગ્ર ટુર્નામેન્ટન નું આયોજન ડાયરેક્ટર સાગર ઠાકર ના નેજા હેઠળ થયું હતું. તમામ સ્પર્ધકો અને વિજેતાઓને મેડલ્સ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.ચેમ્પિયનશિપના સફળ આયોજન માટે તમામ ખેલાડીઓ, કોચ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર માનવામાં આવે છે.
